બાળપણનું ઘર
બાળપણનું ઘર
1 min
1.0K
ગામ એજ, એજ શેરી છે વળાંકો એજ,
તોએ લાગે ભટ્ક્યો મારગ હું ભૂલથી સ્હેજ,
એજ ફળિયો, એજ ડેલી, ઘર બરાબર એજ,
છત્રીદાર ઝરુખો ને ઘરની તક્તી એજ,
ઊંચા નળીયાં, ઊંચો ઊંબરો ને રવેશેય એજ,
ઓટલે એક ડોશીમાનાં બોખાં મુખનું તેજ,
હેતથી જોયા કરું ઘરવખરી એની એજ,
આ કબાટો, ચારપાઈ ને ટુટેલી મેજ,
બે તિરાડો, વાંકી ખીલ્લી, ફોટોફ્રેમ બસ એજ,
રંગ ઉડેલી ભીંત ઉપર આછો-આછો ભેજ !