STORYMIRROR

Vinod Gusai

Children Others

4  

Vinod Gusai

Children Others

ચકકી બાઈ રિસાણા

ચકકી બાઈ રિસાણા

1 min
23.2K


ચકકી બાઈ રિસાણા કહે, 'મોબાઈલ લાવી આપો,

મોબાઈલ લાવી આપો, એમાં સીમ નવું નાખી આપો.'

ચકકી બાઈ રિસાણા કહે.....


મારે પણ વોટ્સઓપ શીખવું છે,

ફેસબુકને પણ મારે ફંફોસવું છે,

પંખીઓનું ગ્રુપ કાગડાભાઈ બનાવી આપો.

ચકકી બાઈ રિસાણા કહે.......


કાબરબેન તો ગ્રુપમાં મેસેજ કરે ઘણા,

વાંચી વાંચી ચક્કી બેન ખૂબ ખીજાણા,

ચક્કીબેન કહે કબૂતરને કાબરને રીમુવ કરી નાખો.

ચકકી બાઈ રિસાણા કહે.......


કોયલ ડાઉનલોડ કરી મોકલે મીઠો ટહુકો,

ચક્કીબાઈને લાગી ગયો ગાવાનો ચસકો,

ચી ચી કરી ગગન ગજાવ્યું,

પોપટ કહે કોઈ ચક્કીને સમજાવો.


ચકકી બાઈ રિસાણા કહે, 'મોબાઈલ લાવી આપો,

મોબાઈલ લાવી આપો, એમાં સીમ નવું નાખી આપો.'


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children