Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vinod Gusai

Others

2  

Vinod Gusai

Others

ન્યાયની દેવી

ન્યાયની દેવી

1 min
6.8K


એકલા સવાલોના મારા ચલાવો નહીં થોડું વિચારવા તો દો,
હજી થઈ છે જાણવા જોગ એફ.આઈ.આર. દર્જ થવા તો દો.

જાળ એમણે બિછાવી રાખી હતી મારા દિલને ફસાવવા માટે,
મેં તો કર્યું સ્મીત ને હુંજ પકડાઈ ગયો, ગુન્હો સમજવા તો દો.

તારીખ એક પણ પડી નથી ને સજા સંભળાવવા બેસી ગયા;
નિર્દોષ સાબિત કરવા મને એક વકીલ શોધી લાવવા તો દો.

એક તરફી નિર્ણય લેવાની હરફાઈ ચાલતી લાગે છે જગતમાં,
એને કરો હાજર મારી સમક્ષ મને બે પ્રશ્નો એને પૂછવા તો દો.

કોઈનું દિલડું ચોરવાનો ગુન્હો કેટલો છે ભયકર મને જાણવો છે;
ચોવટીયા સંસારનાએ લગાવી છે કઈ કલમ વાચવા તો દો.

ન્યાયની દેવી કાળી પટ્ટી બાંધીને કોર્ટમાં 'મૌન' થઈ બેઠી છે,
અન્યાયની બોલબાલા છે સજા મને ફાંસીની સંભળાવવા તો દો.


Rate this content
Log in