STORYMIRROR

Vinod Gusai

Others

3  

Vinod Gusai

Others

ઇચ્છા ફળી નહીં

ઇચ્છા ફળી નહીં

1 min
26.5K


એક ચહેરો જોવાની મારી આંખની ઇચ્છા ફળી નહીં,
એ કારણે જ મૃત્યુ પછી પણ આંખ મારી ઢળી નહીં.

જીવતા મુજ તન મન પૂરેપૂરું અહીં બળી ગયું હતું,
મરણ પછી એટલે જ તો લાશ ચિતા પર બળી નહીં.

તમન્ના મારી બધી જ દફનાવી દીધી મેં દિલ મહીં,
ઇચ્છાઓ એક પણ મારી કબર માં પણ સળવળી નહીં.

નસીબે આપ્યો નહીં સાથ મારા મરણ પછી પણ મને;
આંગ ચાંપવા માચીસમાં હતી એક પણ દિવાસળી નહીં.

વિરહના તાપમાં સાવ સૂકું ભઠ હૈયું થઈ ગયું મારું,
એ કારણે તો એમની યાદમાં આંખ મારી રડી નહીં.

કલમ પણ થાકી ગઈ પ્રેમની વ્યથા લખી લખીને,
કલમ મારી ને લખવા એક પણ ગઝલ જડી નહીં.

આંખ મારીએ જોયું ચિત્ર એજ મેં કંડાર્યું કાગળ પર;
લોકો કહે, 'મૌન'ને ગઝલ લખતાં જ આવડી નહીં!


Rate this content
Log in