STORYMIRROR

Vinod Gusai

Others

2  

Vinod Gusai

Others

મને ગમે છે

મને ગમે છે

1 min
14.3K


હળવા હાથે નામ તમારું લખવું મને ગમે છે,
ઝરણા વ્હેતા યાદતણા ભીજવવું મને ગમે છે.

નભમાં તારા હેતતણા વાદળ ઊમટયા રૂડા,
મનમાં મારા નામ તમારું રટવું મને ગમે છે.

જગમાં જ્યારે વાત વહે રૂપ તણી હરેક મુખે,
દિલમાં તારા વ્હાલ તણું સંભારણું મને ગમે છે.

મનથી તું છો પાસ અને છો જોજન દુર મુજથી,
ખૂસબુ આવે પ્રેમ તણી મહેકવું મને ગમે છે.

કવિ ક્યાં છું 'મૌન' કે લખું તારા નામે ગઝલો,
તમને યાદ કરી કાગળ પર લખવું મને ગમે છે.


Rate this content
Log in