STORYMIRROR

Vinod Gusai

Others

2  

Vinod Gusai

Others

રૂપાળો પડછાયો

રૂપાળો પડછાયો

1 min
13.6K


રૂપાળો પડછાયો મુજથી પકડાઈ ગયો
એવી રીતે મેં કર્યો પ્રેમ ને ખોવાઈ ગયો
 
કુતૂહલથી નીહાળી રહી છે આંખ મને
કેવો આજે ઘાયલ આંખમા સંતાઈ ગયો
 
આવી જાણે આજે પાનખર મારા ઘરમાં
મોહબતની ઋતુનો આજ મર્મ સમજાઈ ગયો
 
એક હળવા હાસ્યનું કેટલું મોકાણ થયું
કારણ વીનાનો હું આજ કેવો ચર્ચાઈ ગયો
 
બેહાલ નીજી મારી જીંદગી એ કર્યો મૂજને
દુનિયા ના દર્દમાં હું જ પરોવાઈ ગયો
 
ગાથાઓ ગાવી મારે ચહેરાની જગમાં
શાયર કેવો આજે”મૌન”માં ખોવાઈ ગયો


Rate this content
Log in