STORYMIRROR

Vinod Gusai

Others

3  

Vinod Gusai

Others

થઈ ગઈ

થઈ ગઈ

1 min
13.9K


અફવાઓ શહેરમાં ઠેર ઠેર ફરતી થઈ ગઈ,
નિર્દોષ દિલની આજ કેવી ફજેતી થઈ ગઈ.

પ્રણયની પીડાને સમજી શક્યું નહીં જગત,
ચો દિશાએ લાશ ઝાડ પર લટકતી થઈ ગઈ.

સ્વાર્થના સૂતરના તાંતણે બંધાય સબંધ અહીં,
સ્નેહ પ્રેમ લાગણીની ગાંઠ સરકતી થઈ ગઈ.

આંખની પણ શેહ શરમ રહી નહીં સંસારમાં,
માણસની માણસાઈ દર દર ભટકતી થઈ ગઈ.

ડમરી ઊડે નફરતના ધૂળ કેરી વંટોળ બની,
આંખ મારી એટલે જ આજ ટપકતી થઈ ગઈ.

ખૂટી ગઈ શાહી તારી કલમમાં નક્કી આજે,
એટલેજ તો કલમ તારી 'મૌન' અટકતી થઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન