STORYMIRROR

Vinod Gusai

Others

2  

Vinod Gusai

Others

સુધી ગયો

સુધી ગયો

1 min
13.3K


કાંધ આપી જનાજાને, આખરી સફર સુધી ગયો
હું હકીકતને જાણવા, એની કબર સુધી ગયો
 
કાન ઉપર મારા અથડાયો, અવાજ ઝીણો ઝીણો
જીવ્યો જેના કાજ, હાથ એનો ખંજર સુધી ગયો
 
મડદા સમાન માણસોની, દુર્ગંધ સહી ન શક્યો
માટે ફૂલો સજાવેલ શબના, બિસ્તર સુધી ગયો
 
ડગલે પગલે અમે નિહાળ્યા, દાગ રક્ત ભીના
લોહી ભીનો એમનો રેલો, તેના ઘર સુધી ગયો
 
મતલબની રમત રમાય, જીંદગીના મેદાનમાં
કોઈ નથી કોઈનું, અવાજ તેનો અંબર સુધી ગયો
 
ઉપર જે ચડે નીચે આવવું પડે એક દીન જરૂર
હિમાલયથી ગંગાજીનો રેલો, સમંદર સુધી ગયો
 
દર દર ભટક્યો ખુશીની શોધમાં આદમી 'મૌન'
કોઈએ ન આપ્યો દિલાસો, માટે જ ઈશ્વર સુધી ગયો


Rate this content
Log in