STORYMIRROR

Vinod Gusai

Others

2  

Vinod Gusai

Others

શ્રુતિપટ

શ્રુતિપટ

1 min
12.9K


એક નામ મારા શ્રુતિપટ પર હજી ભમે છે
એક છબી મારી આંખને હજી પણ ગમે છે
 
ભૂતકાળને ભુલવાની સજા મને ભારે પડી
મારા હોઠ પર નામ તેમનું નિરંતર રમે છે
 
હું અચાનક ઝબકીને હજી જાગી જાઉં છુ
કોઈ સપનામાં જ્યારે ગાલ તેમના ચૂમે છે
 
મારા કદમ દોરી જાય છે એમની શેરી મહી
બંધ ઝરૂખે તેમને જોવા ડોક હજી નમે છે
 
યાદને મેં ખુબ તપાવી વિરહના નેભાડામાં
મટકું યાદ કેરું હજી કાં ટીપું ટીપું ઝમે છે
 
આવી પવન સ્પર્શે ને ગદગદીત થઈ જાઉં
રોમ રોમમાં આવી લાગણીઓ રાસ રમે છે
 
કેમ હું મન મનાવું તું જ કહીદે મને ”મૌન”
દિલ દરિયામાં ઉઠેલ તોફાન ક્યાં શમે છે


Rate this content
Log in