હરણિયાં
હરણિયાં

1 min

27
આંગણે ઊભા નિર્દોષ હરણિયાં
નીરખી રૂપે અમ મન હણિયાં,
ટૂંકડાં ભાસે બાંડા પૂંછ નરવાં
પૂંછથી છે લાંબા કાન સરવાં,
કાનથી લાબું ઠીક ઠીક મોઢું
આગલું ટાંટિયું મુખથી દોઢું,
પાછલો પગ અગ્રથી લાંબો
દોડશે ત્યારે તમે નહીં આંબો,
પેટ પાયથી ઘણું લાબું વળી
લાગે જાડકડી જઠરની નળી,
આંગણે ઊભા નિર્દોષ હરણિયાં
પાપીયાં પારધી ક્રૂર મરણિયાં.