STORYMIRROR

Vrajlal Sapovadia

Children

4  

Vrajlal Sapovadia

Children

મુદ્દાની વાત

મુદ્દાની વાત

1 min
269

જરીપુરાણી વાતો હવે બંધ કરો 

આટલું બધું કેમ યાદ રાખો ? 

આજને તો જરા યાદ કરો ! 


વાત તમે ના કરો ખુદાની 

કરનારા તો એ કર્યા જ કરે છે 

બદલામાં વાત તમે કરો મુદ્દાની


ભલે ને સુવર્ણયુગ હશે ક્યારેક 

વાળું રોજ થાય એટલું જ કરોને !

તો શિરામણ બપોરા ભૂલી જઈશું 


હતાં વીર પરાક્રમી સૌ ત્યારે  

એકાદ રખોલીયો તો અહીં મોકલો 

રાતે નીંદર આવે એટલે બસ છે 


વહેતી હતી ઘી દૂધની નદીઓ 

તરસથી મોં સુકાય છે હવે 

નળમાં પાણી ઘરે ક્યારે આવશે ?


શાસકો કોઈક બહુ જુલ્મી હતા 

ત્યારની વાત ત્યારે મહેરબાન 

હિસાબ જરા અત્યારનો માંડોને 


ભૂતકાળ બહુ વાગોળવો શું કામ ?

બદામ શું એટલી સસ્તી મળે છે ?

વર્તમાનથી ભવિષ્યમાં લઇ જાવ ને ! 


જરીપુરાણી વાતો હવે બંધ કરો 

ઉબકા આવે છે સાંબળીને રોજ આ 

આજની સમસ્યાનો જ હિસાબ કરો 


Rate this content
Log in

Similar gujarati poem from Children