બચપન
બચપન
કાશ ફરી એકવાર મને બચપન મળી જાય!
મોડા ઉઠવાની એ સવાર મળી જાય
નવા નવા પુસ્તકોની એ સુગંધ મળી જાય
શિસ્તતાનું ઘડતર કરનાર શાળા મળી જાય
જ્ઞાનરૂપી દીવાને અજવાળીત્ કરતા એવા ગુરુ મળી જાય.
કાશ ફરી એકવાર મને બચપન મળી જાય!
સુખ-દુઃખમાં સાથ આપનાર એ મિત્રો મળી જાય
માતા પિતાના વ્હાલની લાગણીની એક પળ મળી જાય
નાના પગલાં માંડી કંઇક બનવાનું એક સપનું મળી જાય
દૂર ઘોર વાદળામાં છુપાયેલું બચપનનું કિરણ મળી જાય.
ટેન્શન ફ્રી જીંદગી જીવવાનો એક લ્હાવો મળી જાય,
કાશ ફરી એક વાર મને બચપન મળી જાય!...
હે! કુદરત મને આ વાતનો જવાબ મળી જાય કે,
બચપનમાં ઇચ્છતા કે ઝટ યુવાની મળી જાય
પરંતુ યુવાનીના પગલે, બસ આ એક ઈચ્છા મળી જાય કે,
કાશ! ફરી એક વાર મને બચપન મળી જાય!