STORYMIRROR

Aswin Patanvadiya

Children Inspirational

5.0  

Aswin Patanvadiya

Children Inspirational

માતૃભાષા

માતૃભાષા

1 min
1.0K


મમ્મી મારે ગુજરાતીમાં ભણવું છે,

આ અંગ્રેજીનો બવ ભાર લાગે.


અંગ્રેજી ગોખીને કેમ રે ! ભણવું ?

અંગ્રેજી સમજતા બવ વાર લાગે.


મમ્મી પપ્પાને મામા દાદા બોલવું.

આ મધર ફાધરમાં બવ વાર લાગે.


તારા હાલરડાને ગુજરાતી વાર્તા,

આ જોની જોનીમાં બવ વાર લાગે.


મમ્મી તારી જેવી ગુજરાતી ભાષા,

મને અંગ્રેજી માસીનો બવ ડર લાગે.


શીદ અંગ્રેજી ભણાવી, અંગ્રેજ બનાવેં,

પછી અંગ્રેજ ભગાડતા બવ વાર લાગે.


વગર લાઠીએ અંગ્રેજ ભગાડીયા,

આ અંગ્રેજીને ભગાડતા કેમ વાર લાગે ?


મમ્મી મારે ગુજરાતીમાં ભણવું છે,

આ અંગ્રેજીનો બવ ભાર લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Children