STORYMIRROR

Aswin Patanvadiya

Inspirational

4  

Aswin Patanvadiya

Inspirational

બનાવટી દુનિયા

બનાવટી દુનિયા

1 min
198

બનાવટી આ દુનિયામાં ખુદને બનાવવા નીકળ્યો છું,

છાંટીને પરફ્યુમ હું, દુર્ગન્ધને દબાવવા નીકળ્યો છું.


આજ બોલ નહીં, લખાણ ઉપર છે ભરોસો,

તેથી પેકીંગ પર, સો ટકા શુધ્ધ લખાવવા નીકળ્યો છું.

  

બ્યુટીક્રીમોના આ દોરમાં છેતરાયા કંઈક સિતારા, 

તેથી હું ચંદ્રમુખીને જોવા, ચોમાસે નીકળ્યો છું.


આ સસ્તાં અને બનાવટી સામે શીદ લડવું.

તેથી આજ મુજ શુધ્ધતાને દફનાવવા નીકળ્યો છું.


હવે મિત્રો પણ ક્યાં મળે છે ગામની ભાગોળે,

તેથી ફેસબુકમા મિત્રો ગોતવા નીકળ્યો છું.


હવે પ્રત્યક્ષ મળે તો, કોણ કહે છે જય શ્રી કૃષ્ણ ?  

તેથી વોટસપમા ગુડ મૉર્નિંગ કહેવા નીકળ્યો છું.


'સ્નેહે' માનવ ધર્મ હવે યાદ રહ્યો છે કોને ?

તેથી તો હું હિન્દુ-મુસ્લિમ લખાવવા નીકળ્યો છું.


આ પૈસા કેરી ભાગદોડમા જીવન જ ક્યાં રહ્યું છે,

તેથી હું છેલ્લા શ્વાસે, જીવન ખરીદવા નીકળ્યો છું.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational