સરસ્વતી વંદના
સરસ્વતી વંદના
1 min
382
(રાગ – તું રંગાય જાને રંગમાં )
ઓ..મા.. સરસ્વતી (2)
હું માંગુ ઘડીએ ઘડી...
વિદ્યા આપો મુજને થોડી.
ઓ..મા.. સરસ્વતી
ધન ન માંગુ, દોલત ન માંગુ.(2)
માંગુ બે હાથ જોડી,
વિદ્યા આપો મુજને થોડી.
ઓ..મા.. સરસ્વતી
તું છે દયાળી, તું છે ભોળી......(2)
તું છે જ્ઞાનની દેવી,
વિદ્યા આપો મુજને થોડી.
ઓ..મા.. સરસ્વતી
દીપ જલાવું, ફૂલ ચઢાવું.......(2)
ધૂપ ધરુ હું તુજને...
વિદ્યા આપો મુજને થોડી.
ઓ..મા.. સરસ્વતી !