ખેતર
ખેતર


ખેતર વચ્ચે ઊભો કવિ,
મોલ જોઈ હૃરખાતો,
શબ્દો નો ભારો બાંધી,
પોતે કાવ્યમાં બંધાતો.
નભે દોડતી ખાલી વાદળીઓ,
પક્ષીઓના સંગાથે,
આળસ મરડી રવિ ઊભો,
ખેતર સૂવર્ણ પ્રકાશે.
ઘઉંનો કૂનો મોલ જોઈ,
બગ બની ડોકાતો,
મંદ મંદ વાયુડા સાથે,
મોલ બની લહેરાતો,
ખેતરના છેડે ચરતી ગાય,
ઉપર બગ સવાર,
વચ્ચે ઊભા ચાળીયાભાઈ,
ખેતરનો રખેવાળ,
શીદ કવિ તું ,
રાત દિવસ કવિતાને બનાવે,
કવિતા અહીં ખુદ રચાતી,
કવિ મુજને બનાવે,
શહેર કેરા બંધન છોડ,
જોને ગામ તને બોલાવે,
ખેતર ખાધેલ દહીં રોટલા,
આજ તને બોલાવે,
ખેતર વચ્ચે ઊભો કવિ,
મોલ જોઈ હૃરખાતો,
શબ્દો નો ભારો બાંધી,
પોતે કાવ્યમાં બંધાતો.