મહાત્મા ગાંધીજી
મહાત્મા ગાંધીજી


વાત એક કહું મારા પ્યારા બાપુની,
ભારતના પ્યારા એવા રાષ્ટ્રપિતાની,
મારા સ્વપનામાં આવ્યા તે એક દી,
બોલ્યા એવુ, જે ન સાંભળ્યું કોક દી,
બતાવો મારા ડાહ્યાં ત્રણ વાંદરા ક્યાં છે ?
બોલો, મારા સ્વપ્નાનુ ભારત ક્યાં છે ?
નિત ખોટુ બોલીને ખોટુ રે સાંભાળવું
કાળા ચશ્માએ નીત ખોટુ રે જોવું,
બતાવો મારા ડાહ્યા ત્રણ વાંદરા ક્યા છે ?
હિંદુ મુસ્લિમ ભુલાવી માનવ બનાવ્યાં,
એકતાના બળે દેશ આઝાદ બનાવ્યો,
બતાવો મારા એ ડાહ્યા માનવ ક્યાં છે ?
સ્વદેશનો મે તમને પ્રેમ રે શિખવ્યો,
તો શિદ રે તમે વિદેશી અપનાવતા,
બતાઓ સ્વદેશી વસ્તુ ખરીદનાર ક્યા છે ?
રોજ ઉઠીને પ્લાસ્ટી - પ્લાસ્ટીક,
મે શિખવ્યા તમને સાદગીના પાઠ,
બતાવો મારી એ ખાદી ક્યાં છે ?
નહિ આવી શકુ ફરી આઝાદી અપાવવા,
મારા સ્વપનાના ભારતને યાદ રે રાખજો,
ભારતના ત્રિરંગાની શાન રે વધારજો,
ડાહ્યા ત્રણ વાંદરાની વાત રે સાંભળજો.