ડર
ડર
એક નગરનો રાજા એવો,
સૌ કોઇ ડરતુ એની કાજ.
મૂછો વાકળી ડીલે તઘડો,
કોઇ ન કરતુ એની વાત.
એક દિવસ બન્યુ એમ,
ઊંદર આવ્યા રાજાના ધામ.
જ્યાં જૂઓ ત્યા ઊંદર-ઉંદર,
ડરતો તે ઊદરની જાત .
રાજા બોલ્યો : બાપરે બાપ !
સુનો સૈનિકો મારી વાત ....
એક ઊંદરની એક સોના મોહર
કોણ વધારે મારશે આજ ..?
લાઠી ઉગામી ઊંદર મારે,..
કરતા તે લાતમ લાત ,
મહેલ થયો છિન્ન - ભિન્ન.
રાજાને છે આ કેવી ધાક ?
ઝુમ્મર તુટે કૂંજા ફુટે.
સૈનિક થયા ગાંડા આજ.
કન્યા જોય રાજા વિચારે ,
કામ આવશે મારી નાર,
રાજાએ ફરમાન કરાવ્યુ..,
બધા સાંભળો મારી વાત,
જે મારે છેલ્લો ઉંદર ,
તેને મારી કન્યાનો હાથ.
સૈનિકોએે તલવાર ચલાવી,
જોઈ તે, સુંદર નાર
તલવારનો કેર વર્તાવ્યો,
ઉંદર મરાયા ઠાર.
રાજાને હવે થઇ નિરાંત,
નજર ફેરવે મહેલ કાજ.
કોણ છે એ ભાગ્યશાળી?
કન્યા મારી પરણશે આજ.
સૌ કહેતા અમે, અમે.
સૌને ન મળે કન્યાનો હાથ.
કોણ માર્યો છેલો ઉંદર
ન જાણે સૈનિક રાજ ?
રાજા વદે ‘લો સોનામોહર’
ધરો પોતના હાથ.
સૈનિકોએ દિધા માથે હાથ,
કહે" ભૂખ્યા રહ્યા હેઠે હાથ"
કોઇ ન પામ્યું કન્યાનો હાથ,
રોજ ન મળશે આવો લાગ.
ત્યા દીઠો છેલ્લો ઉંદર,
જઇ સંતાયો રાજાના પાટ.
લાલચનાં આંધળા શું વિચારે,
ઉગામી તલવારો દસ બાર.
ડરની છે આ કેવી માયા,
મર્યો રાજા, ડરને કાજ..!
