મમ્મીનો કિકલો
મમ્મીનો કિકલો


હું મમ્મીનો કિક્લોને, ભયલું મારું નામ,
મમ્મી કેરા હ્યદયમાં, મળતા ચારોં ધામ.
હું મમ્મીનો કિક્લોને, ભયલું મારું નામ,
માથું જો દુઃખે મારું, ખૂબ હેતથી ફેરવે હાથ,
પછી મારે આ ટાઈગર ઝંડુનું શું કામ ?
હું મમ્મીનો કિક્લોને, ભયલું મારું નામ.
ગરમી જો લાગે મને, પાલવ ફેરવે તત્કાલ,
પછી મારે આ કૂલર પંખાનું શું કામ ?
હું મમ્મીનો કિક્લોને, ભયલું મારું નામ.
ઠંડી જો લાગે મને, તો હોડમાં લે તત્કાલ.
પછી મારે ગરમ સ્વેટર -મોજાનું શું કામ ?
હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ.
વરસાદ જો ભીંજવે મને, તો હૈયે ચાપે તત્કાલ,
પછી મારે રેઈન કોર્ટ-છત્રીનું શું કામ ?
હું મમ્મીનો કીકલોને ભયલું મારું નામ.
"સ્નેહ" કહે, મા સર્વધર્મનું એક જ છે ધામ.
પછી મંદિર-મસ્જિદ નામે, લડવાથી શું કામ ?
હું મમ્મીનો કિક્લોને, માનવતા મારો ધર્મ.