શાળા ઉત્સવ ગીત
શાળા ઉત્સવ ગીત
1 min
1.3K
આવોને છોકરાને આવો છોકરીઓ,
શાળામાં ઉત્સવા આવીયા છે,
પપ્પાને કે’જોને મમ્મીને લાવજો,
સાક્ષરતા અભિયાન આવ્યા છે,
પપ્પાને કે’જો દિકરીને શાળાએ મોકલે,
કન્યા કેળવણીના રથ આવ્યા છે,
પ્રવેશોત્સવ આવે તો બાલુડાને લાવજો,
ક’જો કે પાટી ને દફ્તર લાવીયા છે,
સાહેબથી બીશોના, ના બહેનથી બીશો,
હવે રમતા- રમતા કાર્યક્રમ આવ્યા છે,
પપ્પા ભુલેને ,મમ્મી પણ ભુલે,
હવે શાળાએ જન્મ દિવસ ઉજવ્યા છે,
નખ-વાળ કાપી,સ્વચ્છ રે રહેજો,
સ્વચ્છ બાળકને ગુલાબ બનાવ્યા છે,
નહિ ગૃહકાર્ય કે હવે દફ્તરનો ભાર
હવે શાળાએ પ્રજ્ઞા શિક્ષણ આવ્યા છે.