દાદીની ડાયરી
દાદીની ડાયરી
1 min
468
હું રમી ઘરે આવતો, ક્યારેક હાસ્ય ક્યારેક રુદન લાવતો;
ત્યારે દાદી મને સમજાવતા, પંચતંત્રોની વાર્તા સંભળાવતા.
સર્વે સિંહ હતો જંગલનો રાજા, લુચ્ચું શિયાળ મંત્રી,
હળી મળી રાજ ચલાવતા ખુશખુશાલ એકતંત્રી.
કરતાં ચકી-ચકો બનાવવા ખીચડીની નૌટંકી,
વગર મહેનતે લાભ લેતા દાદી બતાવતા મને મંકી.
તો ક્યારેક પરીઓ વિહાર કરતી બની ખૂશવંતી,
ને ક્યારેક રાક્ષસોનો નાશ કરતી રણ ચડતી રણચંડી.
ક્યારેક રામના વનવાસથી રાત મારી નિરાશ બનતી,
તો હનુમાનના લંકાદહનથી રોમાંચની લહેર વિફરતી.
છે સ્મરણો બાળપણ ના જયારે ઊંઘ કદી ના ફગતી,
દાદીના ખોળામાં માથું રાખી વાર્તાની હેલી ચગતી.