STORYMIRROR

Varun Ahir

Inspirational

4  

Varun Ahir

Inspirational

સીધી વાત કર

સીધી વાત કર

1 min
102

ગોળ ગોળ ફરીશ ના, તકલીફોથી ડરીશ ના,

નાખી આંખોમાં આંખ તું સીધી વાત કર. 


ક્યાં સુધી મથતો રહીશ બીજા જેવો બનવાં, 

ઓળખી પોતાને તું ખુદ સાથે સીધી વાત કર. 


સંબંધો તૂટ્યા, તૂટી લાગણીઓ છુપી વાતોથી, 

ટકાવવા સાચા સંયોગો તું સીધી વાત કર. 


નામ આપી પ્રેમનું તું હવસની હોડ ના માંડીશ,

સમજી સ્નેહને પ્રીત સાથે તું સીધી વાત કર.


રહ્યા શોખીન અમે હંમેશા તારી અગણિત યાદોનાં, 

તું પણ સ્વપ્નોમાં આવી સાથે સીધી વાત કર.


-વરૂણ આહીર (શોખીન)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational