પિતા પરમેશ્વર
પિતા પરમેશ્વર


પપ્પા મને વારસાઈમાં ઈમાનદારી દઈ ગયા
પપ્પા મને વારસાઈમાં સમજદારી દઈ ગયા,
આપી દુવા માથા ઉપર બે હાથ મૂકીને કે શું?
પપ્પા મને વારસાઈમાં જવાબદારી દઈ ગયા !
વટથી રહેજે, ન્યાય કરજે, જીવજે તું શાનથી,
પપ્પા મને વારસાઈમાં અમલદારી દઈ ગયા,
ભીનાશ આંખોની કવનમાં ઉતરી હોઈ શકે !
પપ્પા મને વારસાઈમાં કલમકારી દઈ ગયા,
શોખીન તારા શોખ બીજાની ખુશીમાં જળવાઈ
પપ્પા મને વારસાઈમાં સબક સારી દઈ ગયા.