થાય છે
થાય છે


કિનારે અમે ઉભા છીએ ને ડૂબવાની મને આશ થાય છે,
પ્રેમની વાત હોઠો પર આવતા અસહ્ય દર્દનો અહેસાસ થાય છે.
નદી જેવા પવિત્ર સ્થળે લખું છું કવિતા હે ભગવાન,
તોય નર્કમાં હોવાનો મને ભાસ થાય છે.
જગતના લોકોનું વર્તન જોતાં હે પ્રભુ,
આ પ્રેમરૂપી હ્રદય માં કાશ કાશ થાય છે.
આ મનમાં હતી કોઇની સાથે સાચા સગપણની ભાવના,
અહી એ ભાવના નો પણ સર્વનાશ થાય છે.
આજે આ જૂઠાણી દુનિયામાં સાચું કહું મિત્રો,
પ્રણય સબંધોની જાણે આયાત–નિકાસ થાય છે.
પણ મન રડે છે હે પ્રભુ એ જાણતા જ,
આ બધુ મારી જ આસપાસ થાય છે.
પરોઢનું સ્વપ્ન તડાક દઈ તૂટ્યું, એ જાણતા જ,
આ પ્રેમી જીવનો અધ્ધર શ્વાસ થાય છે.
મારા સ્વ્પ્નને ખંડેર કરનાર એ સ્વજન યાદ આવતા,
આ ‘દિલુ’ ના અરમાનો નો જાણે નાશ થાય છે.
આ નાશ–સર્વનાશ જોતાં મારા માં પણ,
કઈક ત્રુટિ હોવાનો મને ન્યાસ થાય છે.
પણ હું બે–ઈમાન નથી એ સ્મૃતિ થતાં ની સાથે,
આ ‘દિલિપ’ના દિલમાં ગજબની હાશ થાય છે.