પ્રેમમાં
પ્રેમમાં
1 min
817
એવી રીતે હું હણાયો પ્રેમમાં,
ઠેઠ ભીતરથી ઘવાયો પ્રેમમાં.
એક તારા ઘરને છોડીને બધે,
ગામ આખામાં છવાયો પ્રેમમાં.
તું કળે છે પ્રેમને શબ્દો વડે,
મૌન થઈ હું ઓળખાયો પ્રેમમાં.
ચાંદ, સૂરજને મળ્યો જ્યા ભેટમાં,
એક તારો ઓરમાયો પ્રેમમાં.
પંખી જેવું ડાળથી ઊડી ગયું,
હું થયો 'હું'થી પરાયો પ્રેમમાં.

