તમે
તમે


આ ડુબતી કસ્તીરૂપી જીવનના તારણહાર છો તમે,
આ ભટકેલા માનવીને રસ્તો દેખાડનાર છો તમે.
આ ‘દિલિપ’ની જીદંગીને પુષ્પોથી સજાવનાર છો તમે,
આ અજીવિત વ્યક્તિના અરમાનો જગાવનાર છો તમે.
મારી આ જિંદગીરૂપી ફિલ્મના કલાકાર છો તમે,
ચુંબનના સ્પર્શ વડે આ ‘દિલુ’ના દિલને ધડકાવનાર છો તમે.
આ અપ્રદર્શિત વ્યક્તિના જીવનને દર્શાવનાર છો તમે,
આ મુરઝાયેલા સુમનને ખીલવનાર છો તમે.
મારી સાંસોની કસમ આ પ્રેમી જીવને જીવાડનાર છો તમે,
તમે ચૂમેલા મારા હાથના મહેરબાન છે અમે.
આ ખંડિત મુર્તિને ફરીથી ઘડનાર છો તમે,
તમારા સાંનિધ્યના સોગંદ મારા રોમેરોમમાં રાજ કરનાર છો તમે.