કૃષ્ણ ઘેલી રાધા,મીરાં, રુકમણી
કૃષ્ણ ઘેલી રાધા,મીરાં, રુકમણી
કહેવું છે કંઈ પ્રેમ વિશે
પણ કંઈ સમજાતું નથી
રાધા લખું કે મીરાં લખું કંઈ સમજાતું નથી.
આજે તો વળી રુકમણી પણ આવી મારી પાસે
કહે, લખ ને કંઈક મારા વિશે
ત્રણે ત્રણ પોતાની જગ્યાએ સાચાં.
ત્રણેય કૃષ્ણને પણ વહાલા
રાધા:- ગોરી રાધા ને કાળો કાન,
પ્રેમ માં ભૂલ્યા સઘળું ભાન
કરી સાચી પ્રિત, ભૂલી જગ નું ભાન.
ભલે ન મળી શકયા આ જીવનમાં
એકબીજા માં ભળી પૂર્ણ કર્યા અરમાન
મીરાં:- કાળો કાનુડો એના હૈયે વસ્યો
માની એને જ નિજ પતિ
વગર પરણ્યે એનો ચૂડલો પહેરી
બની બેઠી એની જોગણી.
આખરે કૃષ્ણ માં સમાય ને
પૂર્ણ કરી એની પ્રીતડી.
રુકમણી:- છે કંથ એ તારો જ
કહે રાધા ને મીરાં
અમે તો
ફક્ત ચાહયો એને
તે તો પામ્યો એને
એણે ઝાલ્યો તારો જ હાથ.
કહે રુકમણી...
શું કરું એ હાથ ને ?
શું કરું એ સાથ ?
ઈર્ષા નથી પણ દુખ તો છે
હૈયામાં રાખી ફરે એતો ફકત રાધાનું નામ.
લખાય બધે મીરાં વિશે
પૂજાય રાધા બધે
શું કોઈને પણ યાદ ન આવ્યું રુકમણીનું નામ ?
"સહર્ષ" સ્વીકારી મે એને દઈને મારુ મન
તો પણ રાધા રાધા જપે કૃષ્ણનું મન..
કૃષ્ણ:- અરે તમે સૌ કયાં ઘેલી બની છો ?
હું સમાયો સરખી રીતે, પ્રિત મારી સરખી
મારું પણ કોઈ વિચારો થોડું,
રાખી બેઠો હું હૈયે હામ.
આવો સૌ કોઈ મારામાં સમાવો
પ્રિતની રીત કંઈ નવી અપનાવો
જગતમાં પ્રિતની "સૌરભ" ફેલાવો
પ્રેમ નો નવો "પર્વ "મનાવો