Kinjal Pandya

Drama Romance

2.5  

Kinjal Pandya

Drama Romance

તો મજા આવે

તો મજા આવે

1 min
424


લૂંટાય જાઉં હું તારા પ્રેમમાં તો મજા આવે,

સમાય જાઉં હું તારા હૃદયમાં તો મજા આવે.


ચાહે છે તું મને હવે એ હું જાણું છું;

આવે તું નજીક મિલનની ચાહમાં તો મજા આવે.


મળ્યા હતા આપણે ત્યારે હતી હેલીની મોસમ,

હૂંફ આપે આ કડકડતી ઠંડીમાં તો મજા આવે. 


વીતી ન જાય આ રાત વાત વાતમાં એ તું જોજે, 

એક થઈએ આ ચાંદની રાતમાં તો મજા આવે. 


ધરી દીધું છે સઘળું મેં મારું તને તારા હાથમાં, 

સમજે તું મારી હા મારા મૌનમાં તો મજા આવે.


Rate this content
Log in