Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance

5.0  

Kinjal Pandya

Romance

વસંત

વસંત

1 min
460


તારી એ વાંસળીનો સુર,

ને મારા પાયલનો ઝણકાર;

આજ તો છે આપણા વસંતનો વ્યવહાર !


તારી એ મોરપીંછ,

ને મારા પાલવની કોરનો ચમકાર;

આજ તો છે આપણા વસંતનો વ્યવહાર!


તારી એ કાતીલ આંખો,

ને મારા પ્રેમનો એકરાર;

આજ તો છે આપણા વસંતનો વ્યવહાર!


તારી એ રાસલીલા,

ને મારા સમર્પણનો ચકચાર;

આજ તો છે આપણા વસંતનો વ્યવહાર !


તારી એ વિરહની વેદના,

ને મારા આંસુઓનો સાર;

આજ તો છે આપણા વસંતનો વ્યવહાર !


તારી એ ચૂપકીદીમાં,

છે મારા પ્રેમનો સ્વીકાર,

આજ તો છે આપણા વસંતનો વ્યવહાર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance