એક ઘટના
એક ઘટના


રોજ સવારે એક ઘટના બને છે.
હું જાગુ
ત્યારથી જ જીવન મળે છે.
સૂઈ જાઉં છું રોજ રાતે
જાણે મૃત્યુના ખોળામાં,
બીજે દિવસે સવારે નવો જ જન્મ મળે છે.
નાના બાળકે
પહેલી જ વાર આંખ ખોલી હોય,
એવા કૂતુહલ સાથે દુનિયા મળે છે.
સાંજ થતાંમાં તો એ પરિપક્વ પ્રૌઢ બને છે.
રોજ જ નવા અનુભવો સાથે જીવાય એવું બને છે.
ન બદલાતું હોય તો એજ
કે તારા અહેસાસથી જ જીવન બને છે.