STORYMIRROR

સિદ્દીક ભરૂચી

Others Inspirational Fantasy

4  

સિદ્દીક ભરૂચી

Others Inspirational Fantasy

ગઝલ

ગઝલ

5 mins
12.8K


દોષ ખુલ્લા થૈ ગયા આચારથી,

આ ખબર આવી છે એક દરબારથી.

શે'રની એક ખાસીયત છે ઓ,પવન,

અર્થ સમજાશે તને વિસ્તારથી.

વૃક્ષ થૈ એ કાલ છાયો આપશે,

બાળને સમજાવો ઘરમાં પ્યારથી.

બાગને જ્યારે સજાવ્યો વૃક્ષથી ,

પંખીઓ, લોકો, પધાર્યા ત્યારથી.

ભાઈચારો, દોસ્તી , ઈન્સાફની**,

રાખુ છું ઈચ્છા દરેક સરકારથી.

વૉટસ્એપ,ટ્વિટર,કે ફેસબુક,વેબ,પર,

હું નજરમાં માં છું,ઘણા અખબારથી.


Rate this content
Log in