સુમન પૂજાય છે
સુમન પૂજાય છે
ચાપલૂસીથી મગન પૂજાય છે,
એટલે મારા કવન પૂજાય છે.
વૃક્ષની કાયા ન સમૃદ્ધ હોય તો,
ક્યાં અમસ્તુ કોઇ જન પૂજાય છે ?
આંધીઓ જકડે છે જ્યારે ગર્વને,
તે પછી નખશીખ પવન પૂજાય છે.
હે ! સફર કરનાર આખા "વિશ્વની",
લોક-સેવાથી વતન પૂજાય છે.
તાજગી, ફોરમ રહે છે ત્યાં સુધી,
હરજગા "સિદ્દીક" સુમન પૂજાય છે.