માંગે,
માંગે,
1 min
178
નવી નજર છે હિસાબ માંગે,
નવી ગઝલની કિતાબ માંગે.
હ્રદયને જાણી જવાની ઈચ્છા,
પ્રણયના હાથો ગુલાબ માંગે.
નીકળ્યા સડકો ઉપર હજારો,
સમય મતોનો જવાબ માંગે.
નજરની નિંદર ઉડી ગઈ છે,
પતિની પાસે શબાબ માંગે.
ગલીગલી બસ ગઝલ ગવાતી,
ધગશ લખીને ખિતાબ માંગે.
જરૂર આજે જણાઈ આવી,
ગમે તે મહિલા નકાબ માંગે.
અનેક લોકો તરસતા જળને,
અનેક લોકો શરાબ. માંગે.