આવશું
આવશું
1 min
219
કાલે તમામ શહેરની આંખોમાં આવશું,
વાંચી શકાય એ રીતે રાહોમાં આવશું.
કોઈ કદાચ ગામનું બદલાઈ જાય નામ,
પાદરના પાટિયાના લખાણોમાં આવશું.
પીઠા તો બંધ થઈ ગયા, તોપણ નશા તો છે,
એવી અનેક કૈફી શરાબોમાં આવશું.
એકેક તબીબ રોગથી લાચાર, એટલે,
ટીવી ઉપર' દિમાગી ' દવાઓમાં આવશું.
ચારે તરફ ઉગેલા હશે કંટકો છતાં,
એવી દશામાં થઈ ને ગુલાબોમાં આવશું.
અમને ઝવેરી જેમ કદી સાચવીને રાખ,
નહિંતર સદી સદીની ખતાઓમાં આવશું.
એવૉર્ડમાં ન જોખ અમારી ગઝલને તું,
દિલની કિતાબના અમે પાઠોમાં આવશું.
