હક્ક મારવા લાગી ગયા.
હક્ક મારવા લાગી ગયા.
શહેરને સૌ, આઈના કંડારવા લાગી ગયા,
આગિયા જાણે નિશા ચમકાવ્વા લાગી ગયા.
ફૂલ,કંટક,ચાંદ,સૂરજ,સાઇકલ,હાથી હવે,
બાગને શક્તિ મુજબ ભરમાવ્વા લાગી ગયા.
જેમની પાસે સમજવાની હજી શક્તિ નથી !
સૌ સમજદારોને એ સમજાવ્વા લાગી ગયા.
બાગમાં ફૂલોથી રમવા અપ્સરાઓ આવતાં,
ગેલમાં આવીને ભમરા પૂંજવા લાગી ગયા.
હું ઘણા વર્ષો પછી જે તીવ્રતાથી ઘર ગયો,
શ્વાન શેરીના પ્રથમ, સત્કારવા લાગી ગયા.
ભીખ માંગીને પરત મસ્જીદથી બ્હાર આવતાં,
મારી પાછળ કૈ' કટોરા માંગવા લાગી ગયા.
જિંદગીનો કસ તો 'સિદ્દીક' ક્યારનો ઊડી ગયો,
એટલે સૌ રૂસ્તમો, હક્ક મારવા લાગી ગયા.