STORYMIRROR

MILAN LAD

Thriller Tragedy

4  

MILAN LAD

Thriller Tragedy

પાદર છોડ્યાની વાત છે...!

પાદર છોડ્યાની વાત છે...!

1 min
3.8K


નાદાનીનાં માથે બેડું મુક્યાની વાત છે!

સાંભળો! આ પાદર છોડ્યાની વાત છે.


કાચી ઉંમર ને સમજણથી અજાણ છે,

આ કુમારીની જાયા બનવાની વાત છે!


ઢીંગલીને ચુંદડી ઓઢાડી જે હરખાતી!

એ રમતી દુનિયા લૂંટાઈ જવાની વાત છે.


નિરક્ષર સમાજની વળી આ તે કઈ રીત!

આબરૂ માટે, કાળજું દઈ દેવાની વાત છે.


થઈ પડ્યા ધ્વસ્ત પોતાનાં સપનાનાં ડુંગરા,

હવે, કોકનાં સપના પૂરા કરવાની વાત છે!


ઘનઘોર જંગલમાં જાણે ભૂલા પડી ગયા,

તાતના વયોયોગ્ય, ભર્તા હોવાની વાત છે!


કેમ ના હોય રેલમછેલ આ આંખલડીએ,

આત્મજના ઉંબરે, મા બનવાની વાત છે!


લક્ષ્મી અવતાર દરિદ્ર થયાની આ વાત છે.

પ્રથાને નામે તનયાઓ હોમાવાની વાત છે!


નાદાનીનાં માથે બેડું મુક્યાની વાત છે!

સાંભળો! આ પાદર છોડ્યાની વાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller