ના પૂછ કારણ
ના પૂછ કારણ


દૂર કરી મારાથી તને એકલું મૂકી જવું છે !
ના પૂછ શું છે કારણ, કહ્યા વગર જવું છે.
તકિયાની ધારને દાંતે દબાવી રડી લેજે ને !
રાતની સોડમાં તમને ઝૂરતા મૂકી જવું છે.
ના પૂછીશ ઈશને કે એવી તે શું ભૂલ કરી !
હજારો પ્રશ્ન વચ્ચે વિચારતા મૂકી જવું છે.
મૂંઝવણોના ડુંગર ઊભા કરી મનમાં તારા,
તારી આંખોથી દૂર ક્યાંક છૂપાઈ જવું છે !
સતત આવશે વિચારો મનને કોરી ખાવાને,
જીવતેજીવ એક આવું મૃત્યુ આપી જવું છે.