MILAN LAD

Inspirational

4  

MILAN LAD

Inspirational

પ્રીતનું વાવેતર

પ્રીતનું વાવેતર

1 min
626


કરી છે રોપણી મેં તારી પ્રિતની દિલના ખેતરમાં,

તું જો પ્રેમની વાદળી બની વરસે તો કેવું !


કરી દે તરબોળ તું અઢળક હેત વરસાવી,

આ ખેતરે લહેરાશે મબલખ પાક તો કેવું !


ગેરસમજનું નિંદણ સમજણથી કાઢશું !

વિશ્વાસ તણું ખાતર એમાં પુરશું તો કેવું !


મળશે ઊંચાઈ આપણાં સંબંધના તરૂને !

પ્રણયનો પાક સંગ મળી લણશું તો કેવું !


નથી વાત નફાની, છે તો બસ આ પ્રેમની,

વાવેતર આ જનમનું હર જન્મે ફળે તો કેવું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational