Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

MILAN LAD

Romance Inspirational

5.0  

MILAN LAD

Romance Inspirational

ના કહે ને તું

ના કહે ને તું

1 min
340

ના કહે ને તું ! તોય ઘણું સંભળાય છે !

દર્દ દિલનું જોને આંખોએ ઉભરાય છે.

મૌન બની બેસી રેહવું કેટલું યોગ્ય હાં ?

ઉદાસી તારી, ને મન મારું ગભરાય છે.

જાણીતું છે દુઃખ, તે માની પણ લીધું છે,

પછી આમ, વારંવાર તું શીદ મુંઝાય છે ?

હોવું નાહોવું એતો હવે ઈશની વાત છે,

અમે સાથે છીએ તને એ કેમ ભુલાય છે.

ચાલ હસી લે દીલ ખોલી ફરી એકવાર,

સંવાદ આવો વારંવાર ક્યાં સર્જાય છે ?

Rate this content
Log in