એક તારી કમી !
એક તારી કમી !


આમ આવ જા કરે છે તું હવાની માફક,
જોને દિલના દરવાજા કેવા ભટકાય છે !
આવે છે તો રહી જાને સદાને માટે અહીં,
વાત કરે જવાની ને દીલ ફરી મુંઝાય છે !
સાંભળને ! છે મનમાં કહી દે ને એકવાર,
મૌનની ભાષા હવે ક્યાં મને સમજાય છે !
ચાલ કરીએ ચર્ચા વિસ્તૃત સમજણભરી,
કોયડો પ્રેમનો કદાચ આમજ ઉકેલાય છે !
કરી દીધી રજૂઆત જે મારે કરવી હતી !
હોવા છતાં બધું એક તારી કમી વર્તાય છે.