રોકી શક્યો હોત !
રોકી શક્યો હોત !


ગોઠવી લઉં છું જેમ શબ્દોને હું એક કવિતા માટે,
કદાચ જિંદગીને પણ એમ હું ગોઠવી શક્યો હોત !
ડગલે ને પગલે ઘણી અસ્ત-વ્યસ્ત બનતી જાય છે,
વિખરાઈ જતાં પહેલા કદાચ સાચવી શક્યો હોત !
શું હશે કારણ આમ થવાનું ? ના, નથી ખબર મને !
હોત જાણ અગર તો એ સવાલ ટાળી શક્યો હોત.
સમય કે કિસ્મત આને દોષ દઈ શું કરવું મારે હવે,
વહી ગયું, કદાચ પહેલા પાળ બાંધી શક્યો હોત !
બચ્યું છે જે કંઈ પણ ! હવે એજ ભાથું છે મારું !
કદાચ આ જિંદગીને પ્રેમ કરવાથી રોકી શક્યો હોત.