વીતેલો સમય
વીતેલો સમય

1 min

536
સુખ દુઃખની બધી વાતો શબ્દોમાં ઢાળી છે,
અને વીતેલાં સમયની ચાળણીથી ચાળી છે,
જિંદગી છે, સંઘર્ષ તો રહેવાનાં ને સહેવાનાં,
અમે આવતી પીડાને પણ પ્રેમથી પખાળી છે,
દિવસે સપનાંઓ રફૂ કર્યા ને ઈચ્છાઓ સાંધી,
આંખોમાં ઉજાગરાઓ ભરી રાત ગાળી છે,
લ્યો, આ મહેફિલે પણ એની રસમ નિભાવી,
સંભળાવી મેં વ્યથા ને વેદનાની પાડી તાળી છે,
માન્યું દર્દભર્યાં અક્ષરો છે ખરબચડાં ઝીલ,
ગઝલને સ્પર્શી જો પરત કેટલી સુંવાળી છે.