નિવારણ લાવ્યા
નિવારણ લાવ્યા
બધાય દુઃખનું એક નિવારણ લાવ્યા,
ચહેરા પર હાસ્યનું આવરણ લાવ્યા,
સુખ ભલે ને રહ્યું ઝાંઝવા કેરું જળ,
અમે ખેંચીને આંગણમાં રણ લાવ્યા,
જે વીતી ગયું તે ગયું, ગાંઠે બાંધીને શું ?
પાનું ફેરવી આગળનું પ્રકરણ લાવ્યા,
થોડી લીલી થોડી સૂકી યાદોની પાનખર,
છાંટી ઝાકળ ગુલાબી સ્મરણ લાવ્યા,
ગઝલમાં ઉતારવા વ્યથા, કથા "ઝીલ"
કાગળ, કલમ અને શાહી ત્રણ લાવ્યા.