ગવન લખું
ગવન લખું
શબ્દો માની જાય તો એક કવન લખું,
દર્દના અંગો નથી ખાલી ગવન લખું,
પીડાના પ્રકરણ અને થોડી વ્યથા કથા,
સંવેદનાભરી વાર્તા થોડી ગહન લખું,
ઘરની આ ચાર દીવાલ ને સિમિત છત,
ખુલ્લી બારીમાંથી વિશાળ ગગન લખું,
ટૂંટિયું વળેલી ઈચ્છાઓ ને સપનાઓ,
ઊડવા મળે પાંખો તો તેજ પવન લખું,
અક્ષરો જાણે છે સઘળી વેદના 'ઝીલ'
ખાલી કરવા હૈયું મૌન લખું મન લખું.