કહ્યામાં નથી
કહ્યામાં નથી
કલમ મારી કહ્યામાં નથી,
અને વેદના સહ્યામાં નથી,
ઉતરી જશે ઘાવ દિલનાં,
કાગળ મોઘમ રહ્યામાં નથી,
ખાલી હૈયું, ખાલી આંખો,
લાગણીઓ વહ્યામાં નથી,
ના કોઈ દવા, ના કોઈ દયા,
કોણે કહ્યું ઝખ્મ હયામાં નથી ?
બંધન તો હોય અનંત સુઘી,
રેવા દે ! 'ઝીલ' છેક ગયામાં નથી.