સંવાદ નથી કરવો
સંવાદ નથી કરવો
રહેવા દે, એ દિવસ હવે યાદ નથી કરવો,
ભલે રહી સૂકી આંખોથી વરસાદ નથી કરવો,
આવ્યો સમય નવી આશા નવા સપનાં લઈને,
એ ક્ષણ, કલાકો સાથે હવે ફસાદ નથી કરવો,
સાચવવી છે આંખમાં સોનેરી સાંજ ક્ષિતિજ,
જવા દો એ દુઃખ, દર્દને હવે સાદ નથી કરવો,
ઘૂટન, ડૂસકું, ડૂમો, પીડાને એ અંધારી રાતો,
વીતી ગયું તે વીતી ગયું અવસાદ નથી કરવો,
લખ્યું છે એકાંત, એકલતાને સંવેદના વિશે,
મોઘમ રહેવું છે "ઝીલ" સંવાદ નથી કરવો.