માપમાં રહે
માપમાં રહે
ઈચ્છાઓને કહો થોડી માપમાં રહે,
અને અપેક્ષાઓ થોડી કાપમાં રહે,
સૂકવણી કરી રાખજો' ભલે ભીની,
કૂણી લાગણીઓ થોડી તાપમાં રહે,
જીવવું પડશે, બોલવું પડશે, જીભમાં,
રાખજો મીઠાશ, ઝેર તો સાપમાં રહે,
કોઈએ કહ્યું એ સારા પગલાંની છે,
કોણે કહ્યું નસીબ હસ્તરેખાની છાપમાં રહે ?
સુખને સંતોષ બધું છે ખુદમાં ' ઝીલ '
શાંતિ "ના" કોઈ ગ્રહોના જાપમાં રહે.