કોઈએ ના જોયું
કોઈએ ના જોયું
ફૂંક વપરાઇ ગઈ કોઇએ ના જોયું,
હૈયાની હૂંફ વપરાઇ કોઇએ ના જોયું.
ના જોયું મન, મૌન કે ચૂલાનો ધૂણો,
ઘૂંઘટમાં ગૂંગળાઈ કોઇએ ના જોયું.
સંબંધો, સગપણને રીતરિવાજોમાં,
સ્ત્રી સમાઈ ગઈ કોઇએ ના જોયું.
ના સમતા ના કોઈ કામમાં સમાનતા,
ભેદભાવમાં અટવાઈ કોઇએ ના જોયું.
જન્મને જિંદગી વચ્ચે દબાતી,પિસાતી,
ઝીલ કેટલી નવાઈ કોઇએ ના જોયું ?