STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational Others

5  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational Others

કેમ ચાલે છે ?

કેમ ચાલે છે ?

1 min
579


રોજ પૂછે સૌ કોઈ, બાકી કેમ ચાલે છે ?

આજે મારે મને પૂછવું છે, કેમ ચાલે છે ?


ખબર અંતર જાતની પૂછી ખુદને મળવું,

અંદર ઝાંકી દિલને પૂછવું, કેમ ચાલે છે ?


એક ઘર છોડ્યું અને એક ઘર સંભાળ્યું,

જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે ?


હતી બૌ અલ્લડ તું તો ઉછળકૂદ કરતી,

સુવર્ણ પાંજરે પૂરાયાં પછી, કેમ ચાલે છે ?


ઊઠ્યાં કદમ ઉંબરા પરથી પાછા ના ફરાય,

આંસુ ભીનો પાલવ પૂછે છે, કેમ ચાલે છે ?


સવાલ પોતાના અને જવાબ પણ પોતાના,

કહીને કોઈને શું કરવાનું કે કેમ ચાલે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy