ક્યાં સહેલું છે?
ક્યાં સહેલું છે?
કલમથી સતત લખવું ક્યાં સહેલું છે?
મનને સતત દોડાવવું ક્યાં સહેલું છે?
ધાંધલ ધમાલ ભર્યા આ જીવનમાં,
ઘડીભર જંપીને બેસવું ક્યાં સહેલું છે?
જાણીએ ખાલી વ્હોટ્સએપ ને ફેસબુકથી,
એકમેકના મનને જાણવું ક્યાં સહેલું છે?
દિલના ને એવા ઇમોજી મોકલીએ હજાર,
કોઈના દિલ સુધી પહોંચવું ક્યાં સહેલું છે?
લાઈક કરીએ ખાલી કુદરતી દ્રશ્યોને,
એ દ્રશ્યોને જઈને માણવું, ક્યાં સહેલું છે?